પ્રાંતિજ તાલુકાના તાજપુર નજીક નેશનલ હાઇવે પર બુધવારે પસાર થઈ રહેલ સ્કોર્પિયોનું ટાયર અચાનક ફાટતાં આ સ્કોર્પિયો ડીવાઈડર સાથે અથડાઈને આઈસર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ચાલકને ઈજા પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે, તાજપુરની સીમમાંથી પસાર થતા હાઈવે પર થઈને જઈ રહેલ સ્કોર્પિયો નં.આરજે.09યુઈ.8008 અમદાવાદથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે અચાનક સ્કોર્પિયોનું પાછળનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં આ સ્કોર્પિયો ડિવાઇડર સાથે અથડાઈ હતી જેના લીધે આગળ જઈ રહેલા આઇસર ટ્રકના પાછળના ભાગે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારચાલકને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા મોકલી અપાયા હતા. જોકે અકસ્માતની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી, રોડ સેફ્ટી ટીમ તેમજ હાઇવે ઓથોરિટીની ક્રેન ઘટના સ્થળે આવી અકસ્માતગ્ર્રસ્ત કારને રોડની સાઇડમાં ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

Gujarat Latest News Live આગામી 3 કલાક દરમિયાન ઉત્તર- મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી









