પ્રાંતિજ સહિત તાલુકામા ખેડૂતો દ્રારા હાલ રવી પાકની ખેતી કરવામા આવી રહી છે અને ખેતી માટે યુરિયા ખાતરની પણ જરૂર પડતી હોય છે. ત્યારે પ્રાંતિજ તાલુકામા યુરિયા ખાતર ના મળતા ખેડૂતોને વહેલી સવારથી ખેતી તથા અન્ય કામ છોડીને યુરિયા ખાતરની થેલી લેવા ખાતર વિકેતાઓની દુકાન આગળ યુરીયા ખાતર માટે લાઇનમા ઉભા થઈ જાય છે. ત્યારે વેપારીઓ દ્રારા પણ એક કે બે થેલી ખાતરની આપવામા આવે છે. ત્યારે પ્રાંતિજ ભાંખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર પાસે આવેલ એક ખાતર વિક્રેતાની દુકાન બહાર યુરિયા ખાતરની થેલીઓ લેવા માટે બુધવારે મહિલાઓ તથા ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે ખેડૂતોને ખાતર ના મળતા પરિવારની મહિલાઓને પણ ઘરના કામકાજ છોડીને યુરિયા ખાતરની થેલીઓ લેવા માટે લાઇનમા ઉભા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્રારા તાત્કાલિક યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામા આવે તેવી ખેડૂતોમાં માંગ પણ ઉઠવા પામી છે.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









