સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા-તલોદ રોડ પર કરોલ ગંડેરી નજીક સુરજબા ફાર્મ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ટાયરનો આખો ભાગ અચાનક છૂટો પડી સામેથી આવી રહેલી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફ્તે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ, ટ્રક તલોદથી મજરા તરફ્ જઈ રહ્યો હતો, જ્યારે કાર મજરાથી તલોદ તરફ્ જઈ રહી હતી દરમિયાન ટ્રકના પાછળના ટાયરનો ભાગ અચાનક છૂટો પડી કાર સાથે અથડાયો હતો ટાયરનો ભાગ કાર સાથે અથડાતા કારને નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્મતમાં ઈજાગ્રસ્તોમાં કરણભાઈ મયંકભાઈ સુથાર, પિનલબેન કરણભાઈ સુથાર (પત્ની), લીનાબેન મયંકભાઈ સુથાર (માતા), હારવિન કરણભાઈ સુથાર (ઉંમર આશરે 1 વર્ષ) રહે. મોડાસા તેમજ અરવિંદભાઈ નરસિંહભાઈ સુથાર (ફુઆ) રહે.ગાંધીનગર નો સમાવેશ થાય છે અકસ્મત બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ચાર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અરવિંદભાઈ નરસિંહભાઈ સુથારને સારવાર માટે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતને પગલે થોડા સમય માટે રોડ પર લોકોની ભીડ પણ જોવા મળી હતી. સમગ્ર બનાવ અંગે વધુ વિગતો જાણવા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
