પ્રાંતિજ : પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા તા.23મી જૂનના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવવામા આવ્યો હતો. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય તેમજ પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પ્રાંતિજની ગંજાનદ સોસાયટી ખાતે ભાવપૂર્ણ શ્રાદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેર સંગઠન મંત્રી જિલ્લા કારોબારી સભ્ય કૈલાસબેન રાઠોડની આગેવાની હેઠળ તેમના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને બહેનોએ ડૉ.મુખર્જીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રસેવા, દેશપ્રેમ અને અખંડ ભારતના સંકલ્પને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ મહિલા કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: