રાધનપુર પંથકની અનેક માઇનોર કેનાલોમાં ઝાડી-ઝાંખરા એટલા પ્રમાણમાં ઊગી નીકળ્યા છે. રાધનપુર તાલુકાના ઇન્દ્રનગર- જાવંત્રી ગામ વચ્ચે અને મસાલી નજીક આવેલી સિંચાઈની કેનાલ છેલ્લા પાંચ મહિના કરતા વધારે સમયથી બિસ્માર હાલતમાં પડી છે. કેનાલના અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. સાઇડ વોલ તૂટી ગઈ છે અને કેનાલને અડીને આવેલ માર્ગ પણ અનેક સ્થળે ધસી ગયો છે. કેનાલ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું મહત્વનું સાધન છે. લાંબા સમયથી સમારકામ ન થતાં ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
