પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનની ટીમે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 50 લાખની ઉઘરાણીના મામલે એક હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આરોપીઓએ બે યુવકોને મોડી રાત્રે માર માર્યો
પોલીસના જણાવ્યા અનુસાર જૂની અદાવતના કારણે ખોટા ખર્ચ કરાવ્યા છે તેવી વાત કરી આરોપીઓએ બે યુવકોને મોડી રાત્રે માર માર્યો હતો અને ત્યારબાદ રૂ. 50 લાખની માંગણી કરી હતી.













