રાધનપુર તાલુકાના નજુપુરા ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી નર્મદાનું સિંચાઈનું પાણી લોકોને ન મળતા ગ્રામજનો 'ન્યાય નહીં તો વોટ નહીં'ના સૂત્ર સાથે તેમની પડતર માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા ની સાથે જ રાધનપુર તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ્ રાધનપુર તાલુકા પંચાયતની સીટો પર ચૂંટણી લડવા માટે ઉમેદવારો ટિકિટ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને રાજકીય ભલામણો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ્ છેલ્લા ઘણા વર્ષોથી પડતર માગણીઓ ગ્રામજનો ની આજદિન સુધી ન સંતોસાતા ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર પણ કરી રહ્યા છે. રાધનપુર તાલુકાના નજુપુરા ગામમાં છેલ્લા દસ વર્ષથી ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતા લોકો આજરોજ નજુપુરા ગામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને આગામી 26 એપ્રિલના રોજ યોજાના ચૂંટણીને લઈને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવ્યા હતા. આ ચૂંટણીના બહિષ્કાર બાબતે નવા નજુપુરાના ગામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા દસ વર્ષથી નર્મદાનું પાણી આવતું નથી જેને કારણે ખેડૂતોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. આમ નવા નજુપુરા ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા ગામના 400 કરતાં વધારે ખેડૂતોએ ગામ છોડયું છે. અને પાણી વગર કેટલાય ખેડૂતોએ અન્ય ગામમાં હિજરત પણ કરી છે. અને પાણી વગર નજુપુરા ગામની મોટાભાગની જમીન સૂકીભઠ્ઠ બની જતા હાલ બંજર બની ગઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










