રાધનપુર તાલુકાના પોરાણા ગામે ખાતા નં. 397 ના સ.નં. 415 (જુનો સ.નં. 61/2) ક્ષેત્રફ્ળ (હે.આરે.ચો.મી.) 1-61-82 વાળી જમીન શ્રીસરકાર ચાલતી હોવા છતાં આ શ્રીસરકાર જમીન પર પ્રતિવાદી કંપની સોલાર ક્રાફ્ટ પાવર ટુ લિમિટેડ ના પ્રોપાઇટર એ કોઇ જાતની સક્ષમ ઓથોરીટીની પરવાનગી લીઘા વિના સોલાર પલેટો લગાવી વિજળીનો ઉત્પાદન કરવાનું શરૂ કરી નાખ્યું હતું.


જે જમીન શ્રીસરકાર હોઇ બિનઅધિકૃત રીતે પચાવી પાડેલ હોઇ જે સંબઘે અરજદાર ઉદેસિંહ ઠાકોરે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ-2020 હેઠળ અરજી કરી હતી જે અરજી સંબધે જિલ્લા લેન્ડ ગ્રેબીંગ સમિતિની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ સોલાર ક્રાફ્ટ પાવર ટુ લિમિટેડ શ્રીસરકારી જમીનમાં દબાણ ફ્લીત થતું હોઇ જે સંબઘે રાધનપુર મામલતદારે સોલાર કંપનીને નોટીસ આપી જમીનનો કબજો દિન દસ માં ખુલ્લો કરવા નોટિસ આપી હતી. મામલતદાર રાઘનપુરે સોલાર ક્રાફ્ટ પાવર ટુ લિમિટેડ વિરુદ્ધમાં પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: