શિક્ષણને કલંકિત કરતો એક શરમજનક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. અહીંની ગોતરકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દારૂ પીને શાળાના કેમ્પસમાં જ સૂઈ ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શાળામાં દારૂડિયા શિક્ષકની કરતૂત
બનાવની વિગતો મુજબ, ગોતરકા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષક, જેમનું નામ દિનેશ વણકર હોવાનું જાણવા મળ્યું છે, તેઓ દારૂના નશામાં ધૂત થઈને શાળાના પરિસરમાં જ સૂતેલા જોવા મળ્યા હતા. શિક્ષણના ધામ ગણાતી શાળામાં શિક્ષક દ્વારા જ આવી ગેરવર્તણૂક થતાં આ દ્રશ્યોએ સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે.શિક્ષક નશાની હાલતમાં સૂતા હોવાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ ઉતારી લીધો હતો અને તે વાયરલ થતાં સમગ્ર પંથકમાં આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે.










