8 અને 9 ડિસેમ્બરે રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક બંધ રહેશે, પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના હિંમતનગર–ખેડબ્રહ્મા સેકશનમાં હિંમતનગર અને ઈડર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક કિ.મી. 6/1-2, સમારકામ અને જાળવણી કાર્ય માટે 8 ડિસેમ્બર 2025ના રોજ સવારે 09:00 વાગ્યાથી 9 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 21:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ હિંમતનગર–ઈડર બાયપાસ અને મહેતાપુરા RTO રોડનો ઉપયોગ કરી શકશે.


ટ્રેન સંખ્યા 09497/09498 સાબરમતી–દિલ્લી સુપરફાસ્ટ સ્પેશિયલ (04 ફેરા)

01-ટ્રેન નં. ૦૯૪૯૭ સાબરમતી-દિલ્હી સ્પેશિયલ ૭ અને ૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સાબરમતીથી ૨૨:૫૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૫:૧૫ વાગ્યે દિલ્હી પહોંચશે.

02-તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૪૯૮ દિલ્હી-સાબરમતી સ્પેશિયલ ૮ અને ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ દિલ્હી જંક્શનથી ૨૧:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૨:૨૦ વાગ્યે સાબરમતી પહોંચશે.

03-રસ્તામાં, બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર ક્લાસ કોચ હશે.

04-આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કવર કરે છે, જેમાં મુસાફરી સમય અંદાજે 16.20 કલાક (સાબરમતી–દિલ્લી) અને 15.20 કલાક (દિલ્લી–સાબરમતી) છે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને વિશ્વસનીય અને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડે છે તથા રજાકાલ દરમિયાન વધારાની ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે.

05-ટ્રેન સંખ્યા 09497 ની બુકિંગ 06 ડિસેમ્બર 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.


આ પણ વાંચો : Gandhinagar News : IIT-G ખાતે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ


  • Follow us on: