રાજકોટ શહેરમાં રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે 150 ફૂટ રિંગરોડ પર બેફામ બનેલા નબીરાઓએ ટ્રાફિકના તમામ નિયમોને નેવે મૂકી દીધા હતા. BRTS ટ્રેક, જે માત્ર જાહેર પરિવહન માટે જ છે, ત્યાં પૂરપાટ ઝડપે એક કાર દોડાવીને નબીરાઓએ અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાજકોટમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા
પ્રાપ્ત વિગતો અનુસાર, જે કાર વડે અકસ્માત સર્જાયો તે કાર પર કાચ પર કાળા ફિલ્મ લગાવેલા હતા અને સૌથી ગંભીર બાબત એ હતી કે ગાડી પર આગળ-પાછળ કોઈ પણ પ્રકારની નંબરપ્લેટ પણ નહોતી. શહેરના વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગરોડ પર આ રીતે બેફામ રીતે અને કાયદાકીય દસ્તાવેજો વગર કાર ચલાવનારા નબીરાઓને પોલીસનો ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ દેખાય છે.










