રાજકોટ શહેરમાં લાંબા સમયથી ગુંડાગીરી અને સંગઠિત ગુનાઓ આચરતી 'પેંડા અને મૂર્ઘા' નામની કુખ્યાત ગેંગ વિરુદ્ધ પોલીસે કાયદાનું કડક શસ્ત્ર ઉગામ્યું છે. આ ગેંગના કુલ 21 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC - Gujarat Control of Terrorism and Organised Crime Act, 2015) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે રાજકોટ DCP ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું હતું કે, "આ ગુનાહિત ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં મારામારી, હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા કુલ 36 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.


રાજકોટમાં ગુંડાગીરીનો અંત

સંગઠિત ગુનાખોરીને ડામવા માટે ગેંગના 21 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે." DCP બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે હવે આ આરોપીઓની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતો અને વાહનો અંગે તપાસ શરૂ કરી છે. ગુજસીટોકની જોગવાઈઓ હેઠળ પોલીસ ટૂંક સમયમાં જ આરોપીઓની આવી મિલકતો કબ્જે કરવાની કાર્યવાહી પણ હાથ ધરશે. પોલીસની આ મોટી કાર્યવાહીથી રાજકોટના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગુંડાગીરી કરનારાઓને સખત સંદેશ આપવામાં આવ્યો છે કે સંગઠિત ગુનાખોરી હવે ચલાવી લેવાશે નહીં.

આ પણ વાંચો : Ahmedabad માં માં રૂપિયા 42 કરોડનું મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, મલ્ટી પર્પઝ હોલ અને જ્યુસ બાર સહિતની સુવિધાઓ 

  • Follow us on: