જન્માષ્ટમીના પાવન પ્રસંગે રાજકોટ શહેરમાં ભવ્ય ઉજવણીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ઇન્દિરા સર્કલ ખાતે બદ્રીનાથ, નાણાવટી ચોકમાં દ્વારકાનગરી અને શ્રીકૃષ્ણ પ્રતિમા તેમજ ભગવતીપરામાં જગન્નાથ રથયાત્રાની થીમ આધારિત 3 રથ અને મનોરમ્ય રોશનીથી સજ્જ આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરાયા છે, જે બુધવારથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. બીજી તરફ્, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો સત્તાવાર પ્રારંભ બુધવારે થવાનો હોવા છતાં, મંગળવાર રાતથી જ ઝગમગતી રોશની વચ્ચે રંગીલા રાજકોટવાસીઓનો ભારે ધસારો જોવા મળતા મેળાની રંગત આગોતરી જામી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો