કુવાડવા રોડ પર આવેલા ગવરીદળ ગામની સીમમાંથી એક રહસ્યમય
માનવ કંકાલ મળી આવતાં ચકચાર જાગી છે.ગવરીદળ ગામની સીમમાં એક ખેતર પાસે શંકાસ્પદ અસ્થિઓ પડયા હોવાનું સ્થાનિક લોકોના
ધ્યાને આવ્યું હતું. આ અંગે ગામના
સરપંચ મનિષભાઈ અજાણીને જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ અસ્થિઓ માનવ શરીરના હોવાનું જણાતા તેમણે વિલંબ કર્યા વિના
કુવાડવા પોલીસ મથકને જાણ કરી હતી.
બનાવના પગલે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. આર. વસાવા, પીએસઆઈ આર. કે. સામુદ્રે સહિતનો પોલીસ કાફ્લો ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, અલગ-અલગ ટુકડાઓમાં
વેરવિખેર પડેલા કંકાલને કબ્જામાં લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ અસ્થિઓ પુરૂષનું જ હોવાનું તેમજ કોઈ ધારદાર હથિયાર કે ઈજાના
નિશાન છે કે કેમ, તે તમામ પાસાઓ
પર પ્રકાશ પાડવા માટે પોલીસે એફ્એસએલ અને ફેરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે. કબ્જે કરાયેલા અસ્થિઓને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફેરેન્સિક લેબોરેટરીમાં પરીક્ષણ
માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં ડીએનએ ટેસ્ટ
સહિતની પ્રક્રિયા હાથ ધરી અસ્થિઓની ચોક્કસ ઓળખ મેળવવાના તજવીજ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, કુવાડવા અને માલિયાસણ આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં આ બીજી ઘટના સામે આવી
છે. ગત 20મી ફેબ્રુઆરીના રોજ માલિયાસણ ગામ પાસે આવેલા આઈઓસી (IOC) ગેસ પ્લાન્ટના
પાછળના મેદાનમાંથી પણ એક ભેદી માનવ કંકાલ મળી આવ્યું હતું. એ સમયે કુવાડવા પોલીસના પીઆઈ બી.પી. રજીયા અને સ્ટાફે
તપાસ શરૂ કરી હતી અને FSLની ટીમે પ્રાથમિક
તપાસમાં તેકંકાલ કોઈ પુરુષનું હોવાનું જણાવ્યું હતું. પરંતુ, મહિનાઓ વીતી જવા
છતાં એ ફેબ્રુઆરી મહિનાવાળા કેસમાં હજુ સુધી કોઈ સચોટ કડી કે ભેદ ઉકેલાયો નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
