રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ચોરીની ઘટનાઓએ માઝા મૂકી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ડર વગર તસ્કરો હવે ધોળા દિવસે પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં શહેરના એક વ્યસ્ત વિસ્તારમાંથી બાઈક ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
CCTV માં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના
આ સમગ્ર ચોરીની પ્રક્રિયા નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, તસ્કર અત્યંત સાવધાનીપૂર્વક અને કોઈને શંકા ન જાય તે રીતે પાર્ક કરેલા બાઈક પાસે આવે છે અને નજર ચુકવીને ક્ષણભરમાં બાઈક લઈને ફરાર થઈ જાય છે. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
