સોશિયલ મીડિયાના જમાનામાં અજાણ્યા લોકો પર ભરોસો કરવો કેટલો જોખમી હોઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ વિંછિયામાં જોવા મળ્યું છે. અહીં રહેતા એક સગીરને તેના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે છેતરીને તેની કિંમતી વસ્તુઓ પડાવી લીધી છે.
અજાણ્યા લોકો પર ભરોસો કરવો કેટલો જોખમી
વિંછિયામાં રહેતા સગીરનો પરિચય ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સિકંદર અલારખા સંધી (રહે. જૂનાગઢ) નામના શખ્સ સાથે થયો હતો. મિત્રતાના દાવે જૂનાગઢનો આ ગઠિયો સગીરને મળવા માટે વિંછિયા પહોંચ્યો હતો. સગીર પોતાના સ્કૂટર પર તેને લેવા ગયો અને બંને બજારમાં ફરતા હતા. તક મળતા જ ઠગ સિકંદરે સગીરને તરસ લાગી હોવાનું કહીને પાણીની બોટલ લેવા માટે દુકાને મોકલ્યો હતો. સગીર જેવો પાણી લેવા ગયો, કે તરત જ સિકંદર તેનો મોબાઈલ ફોન અને સ્કૂટર (કુલ કિંમત અંદાજે ₹1 લાખ) લઈને નાસી છૂટ્યો હતો. સગીર દુકાનેથી પાછો આવ્યો ત્યારે તેનો કહેવાતો 'મિત્ર' ગાયબ હતો.










