ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા, જ્યાં તેમણે વિકાસલક્ષી કાર્યોમાં ભાગ લીધો હતો અને મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે 'ગ્રેટર રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભવન'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસમાં રાજકોટના યોગદાનને બિરદાવ્યું હતું.
ગુજરાત ટેકનોલોજી અને સ્ટાર્ટઅપમાં અગ્રેસર
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને રિસર્ચ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર છે. રાજ્ય સરકારે આ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ અમલમાં મૂકી છે.










