સામાન્ય રીતે હોસ્પિટલનું વાતાવરણ ગંભીરતા ભરેલું હોય છે. લોકોના ચહેરા પર ઉદાસી અને મનમાં આશંકાઓ રમતી હોય છે. પરંતુ રાજકોટની જનાના હોસ્પિટલના પ્રાંગણમાં આજે એક સાવ જુદો જ નજારો જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ્ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ ચિંતામાં ડૂબેલા જોય છે. ત્યાં બીજી તરફ્ આ હોસ્પિટલના પટાંગણમાં આવેલા ઘટાદાર વડની વડવાઈઓ પર બે નિર્દોષ બાળકો કોઈ પણ ફ્કિર વગર હીંચકા ખાઈ રહ્યા હતા. હોસ્પિટલના ગંભીર માહોલ વચ્ચે પણ આ બાળકોના મુખ પરનું હાસ્ય એટલું પવિત્ર અને નિખાલસ હતું કે તે ત્યાંથી પસાર થતા દરેક ચિંતાતુર આંખોને પળવાર માટે રાહત આપી જતું હતું.

ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત









