વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને PM નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓના આદેશ અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

PM મોદી રાજકોટની મુલાકાતે

પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, તારીખ 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સમગ્ર રાજકોટ પોલીસ કમિશનર હેઠળના વિસ્તારને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી વ્યક્તિ કે સંસ્થા ડ્રોન અથવા અન્ય કોઈપણ પ્રકારના ફ્લાઈંગ ઓબ્જેક્ટ ઉડાડી શકશે નહીં.

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

PM મોદી રાજકોટની મુલાકાતે આવવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સુરક્ષા વધારવામાં આવી છે.  આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પગલે રાજ્યમાં વીવીઆઈપી (VVIP) મૂવમેન્ટ વધવાની છે.  સંભવિત સુરક્ષા જોખમોને ટાળવા માટે હવાઈ માર્ગે થતી કોઈપણ ગતિવિધિ પર રોક લગાવવી અનિવાર્ય બની છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા