રાજકોટની નવયુગ શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોત મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીક્ષિત પટેલે ગંભીર નોંધ લેતા મહત્વનું નિવેદન આપ્યું છે. DEOએ સ્પષ્ટતા કરી હતી કે આ એક દિવસીય પ્રવાસ માટે શાળાએ અગાઉથી જાણ કરી હતી અને પ્રવાસ અંગે સરકારના ચોક્કસ પરિપત્રો પણ અમલમાં છે. જોકે, આ કરૂણ દુર્ઘટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થઈ હોવાનું સામે આવ્યું છે. દીક્ષિત પટેલે ખાતરી આપી છે કે જો શાળાએ સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન નહીં કર્યું હોય અથવા જરૂરી બંદોબસ્ત નહીં માગ્યો હોય, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટની શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીના મોતમાં વિરોધાભાસી નિવેદનો કેમ?#Rajkot #School #Gujarat #SandeshNews pic.twitter.com/61IoaBJNXx
રાજકોટની શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીના મોતમાં વિરોધાભાસી નિવેદનો કેમ?#Rajkot #School #Gujarat #SandeshNews pic.twitter.com/61IoaBJNXx