રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયા છે, જેમાં વિજયભાઈ સહિત અનેક મુસાફરોએ પ્રાણ ગુમાવ્યા હતા. વિજયભાઈના પુત્ર ઋષભે જણાવ્યું કે, 'આજે પણ પપ્પા સ્વર્ગમાંથી અમને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે.' તેમણે કહ્યું કે, 'અમે રૂપાણી પરિવાર બધા પીડિત પરિવારોને વિનંતી કરીએ છીએ કે, સરકાર અને આઈબી, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સહિતની તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. પોતાના બહેન દ્વારા એર ઈન્ડિયા સાથે થયેલા ઈમેઈલ કમ્યુનિકેશન અંગે તેણે કહ્યું કે, લીગલ ક્લેઈમ પેપર માટે રાધિકાબહેને પોતાનું મંતવ્ય રજૂ કરવા એર ઈન્ડિયાને એક મેઈલ કર્યો અને એર ઈન્ડિયાએ એનો જવાબ પણ આપ્યો છે. આ વાત એક પીડિત પરિવાર અને એર ઈન્ડિયા એરલાઇન્સ વચ્ચેની ખાનગી બાબત છે. તેમણે અનુરોધ કર્યો કે, પબ્લિક ડોમેન પર એની ચર્ચા ન થવી જોઈએ. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એના પરિણામ પર ટિપ્પણી ન થવી જોઈએ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: