રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ ગતિ પકડી છે. ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે વિવિધ વિસ્તારોમાં સર્વે અને ટેસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.
રાજકોટમાં રોગચાળાનો કહેર
આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર શહેરમાં ઝાડા-ઉલટીના 758 કેસ, શરદી-ઉધરસના 648 કેસ,સામાન્ય તાવના 384 કેસ,કમળાના 2 કેસ,ટાઈફોઈડનો 1 કેસઆ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં મિશ્ર ઋતુ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ બીમારીઓ વધુ જોવા મળી રહી છે.
