રાજકોટમાં કિન્નર સમાજની આંતરિક માથાકૂટ ચરમસીમાએ પહોંચી છે, જ્યાં નિકિતા દે અને મીરા દે વચ્ચે આરપારની લડાઈ જોવા મળી રહી છે. નિકિતા દેએ મીરા દે અને તેમની ટોળકી પર સનસનાટીપૂર્ણ અને ગંભીર આક્ષેપો લગાવ્યા છે.


રાજકોટમાં કિન્નરો વચ્ચે માથાકૂટ 

નિકિતા દેએ મીડિયા સમક્ષ આવીને મીરા દે અને તેમની પ્રવૃત્તિઓ અંગે કેટલાક મોટા આરોપો લગાવ્યા છે. નિકિતા દેનો આરોપ છે કે રાજકોટમાં અનેક કિન્નરો નકલી છે. તેમણે માગણી કરી છે કે તમામ કિન્નરોનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવે, જેથી 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જાય. તેમણે કહ્યું કે મીરા દે અને તેમની ટોળકી ગેરકાયદે કામ કરે છે અને નકલી કિન્નરોને સાથે રાખીને ઉઘરાણા કરે છે. નિકિતા દેનો આક્ષેપ છે કે મીરા દે કિન્નર સમાજના ખોટી રીતે પ્રમુખ બન્યા છે.

નિકિતા દે અને મીરા દે વચ્ચે આરપારની લડાઇ

નિકિતા દેએ મીરા દે પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મીરા દેને મિહિર નામના શખ્સ સાથે અનૈતિક સંબંધ છે. નિકિતા દેએ તો ત્યાં સુધી કહ્યું કે મીરાનો પ્રેમી મિહિર તેને લાખો-કરોડોનું સોનું આપે છે. નિકિતા દેએ દાવો કર્યો છે કે તેમની પાસે પુરાવા છે, જેમાં મીરા અને મિહિર મળીને માફી માંગે છે અને એક વીડિયો/ઓડિયો છે જેમાં મોઢામાં ચપ્પલ લઈને માફી માંગવાનું જણાવે છે.ગઈકાલે જ, આ માથાકૂટના પગલે ૬ જેટલા કિન્નરોએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. નિકિતા દેએ પોતાને સાચી ગણાવતા કહ્યું છે કે "હું સાચી છું અને ભગવાન મારી સાથે છે," અને તેમણે સૌને ન્યાય અપાવવા માટે મદદની અપીલ કરી છે.

આ પણ વાંચો: SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ


  • Follow us on: