રાજકોટમાં આવેલી SBI બેંકની એક શાખામાં આજે ગ્રાહક અને બેંક કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય વાતમાં શરૂ થયેલો વિવાદ એટલો વકર્યો હતો કે બંને પક્ષો જાહેરમાં બાખડ્યા હતા, જેના કારણે બેંકમાં આવેલા અન્ય ગ્રાહકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.


ફડાકો મારતા મામલો બિચક્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ કામકાજ બાબતે ગ્રાહક અને બેંક કર્મચારી વચ્ચે પ્રથમ શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે, આવેશમાં આવીને ગ્રાહકે બેંક કર્મચારીને ફડાકો ઝીંકી દેતા મામલો ગંભીર બન્યો હતો. ફડાકો પડતા જ ઉશ્કેરાયેલા બેંક કર્મચારી પણ ગ્રાહક પર બેફામ તૂટી પડ્યા હતા અને બંને વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.

વીડિયો થયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો બેંકમાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેંક જેવી જાહેર જગ્યાએ બંને પક્ષો મર્યાદા ભૂલીને એકબીજા સાથે ઝઘડી રહ્યા છે. આ દરમિયાન બેંકમાં હાજર અન્ય ગ્રાહકો અને સ્ટાફે વચ્ચે પડીને બંનેને માંડ-માંડ છૂટા પાડ્યા હતા.


આ પણ વાંચો: ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા મિત્રો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, એક યુવકનું કરુણ મોત



  • Follow us on: