રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે ફરી એકવાર રકત રંજીત બન્યો છે. રીબડા ગામ નજીક આવેલી ઠાકરધણી હોટલ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ગોંડલ હાઇવે પર હિટ એન્ડ રન
મળતી માહિતી મુજબ, મૃતક યુવક પોતાના બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ઠાકરધણી હોટલ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને હડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકચાલક ફંગોળાઈને રોડ પર પડ્યો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું મોત થયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.










