31મી ડિસેમ્બરના તહેવાર પહેલા રાજકોટ પોલીસે નશાના દૂષણને ડામવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે અણીયારા ગામમાંથી ગાંજાનું ખેતર ઝડપાયા બાદ, પોલીસે વધુ એક સફળ કાર્યવાહીમાં 4 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.


ગાંજો અને આરોપીઓની ધરપકડ

પોલીસે શહેરની કોઠારિયા ચોકડી નજીક ખોડિયાર ટેકરી પાસેથી આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુસ્તાક હબીબ નાકાણી, કરીન ઉર્ફે ફરીદા સાહમદાર ઝડપાયેલી આરોપી કરીન ઉર્ફે ફરીદા સાહમદારનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં સામે આવ્યો છે. તેણી અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલી હતી.

 તપાસનો ધમધમાટ

પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, કરીન ઉર્ફે ફરીદા સાહમદાર આ ગાંજાનો જથ્થો અજમેર (રાજસ્થાન) થી લઈને આવી હતી.હાલમાં પોલીસે નીચેના મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો રાજકોટમાં કોને પહોંચાડવાનો હતો? આ નશાના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં? પોલીસે NDPS હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: