રાજકોટ : ટ્રાફિકનો ટેરર બનેલ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેમાં ફરી બે કિલોમીટરનો જામ થતા હજારો વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. 67 કિલોમીટરના નેશનલ હાઈવેનું કામ છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલતુ હોવાના કારણે ચક્કાજામના રોજ દ્રશ્યો સર્જાય છે ત્યારે આજે વરસાદ પડવાના કારણે કોરાટ ચોક અને શાપર પાસે શિતળામાતાજીનાં મંદિર પાસે બે કિલોમીટરનો જામ લાગતા હજારો લોકો કલાકો સુધી હાઈવે ઉપર હેરાન પરેશાન થયા હતા. રાજકોટથી શાપર વચ્ચે માત્ર 20 કિલોમીટરનું અંતર છે આ કાપતા વાહનચાલકોને અઢી કલાક થયો હતો.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









