રાજકોટમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા પ્રદ્યુમ્ન પાર્ક પાસે આશરે રૂ.30 કરોડના ખર્ચે 33 હેક્ટરમાં શરૂ થયેલા મહાપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ પૂરો થવામાં હજી 6 મહિનાનો વિલંબ થશે. કારણ કે આ પાર્કમાં સવલતો વધારવામાં આવતાં એના ખર્ચમાં રૂ.8 કરોડનો વધારો થયો છે અને એ કામ પૂરું કરવા માટે એજન્સીએ 6 માસનો સમય માંગ્યો છે. તેથી આ સાતમઆઠમના મિનિ વેકેશનમાં શહેરીજનો તેમ જ બહારના પ્રવાસીઓને હજી આ લહાવો મળી શકશે નહીં. મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, પાર્કમાં ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇવોલ્યુશન મોલ(સિંહના જન્મથી માંડીને મૃત્યુ સુધીની ઝાંખી), વોટર ફ્લો, એમ્ફીથિયેટર અને બે ગઝેબો(લોકો માટે છાપરાવાળી બેસવાની જગ્યા)ની સુવિધા ઉમેરાઈ છે. આ વધારાની સવલતો ઊભી કરવા માટે તાજેતરમાં માપણી કરવામાં આવી ત્યારે એ 20 હજાર ચોરસ મીટરથી વધીને 30 હજાર ચોરસમીટર થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો