રાજકોટ RTO કચેરીમાં રૂ. 80 લાખના ખર્ચે તૈયાર કરાયેલો અત્યાધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે કાર્યરત બન્યો છે. 17 આધુનિક 360 ડિગ્રી મૂવેબલ કેમેરા,RFID ટેગ અને અન્ડરગ્રાઉન્ડ સેન્સરથી સજ્જ આ ટ્રેકમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે માનવ હસ્તક્ષેપ વિના લેવામાં આવીરહી છે. હવે આ ટ્રેકમાં ઉમેદવારોની આકરી પરીક્ષા થશે તે પ્રથમ દિવસે જ ખબર પડી છે. કારણ કે પહલા દિવસે જ ફોર વ્હીલ અને ટુ-વ્હીલના લાયસન્સ માટે ટેસ્ટ આપવા આવેલા 21માંથી માત્ર 9 જ પાસ થયા છે.પ્રથમ દિવસના પરિણામોએ નવા ટ્રેકની કડકાઈ પણ સ્પષ્ટ કરી છે.LMV (કાર) માટે 6 ઉમેદવારોએ ટેસ્ટ આપી હતી, જેમાં માત્ર 1 ઉમેદવાર પાસ થતાં પાસિંગ ટકાવારી 16.67 ટકા રહી હતી, જ્યારે 5 ઉમેદવાર નાપાસ રહ્યા હતા. બીજી તરફ્ ટુ-વ્હીલરની પરીક્ષામાં 15માંથી 8 ઉમેદવાર પાસ અને 7 નાપાસ રહ્યા હતા. એક ઉમેદવારને રિ-ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો.RTO ઇન્દ્રજિત ટાંકના જણાવ્યા મુજબ જૂનાટ્રેકમાં કારના રોજ સરેરાશ 300 અને ટુ-વ્હીલરના 400 જેટલા ટેસ્ટ લેવાતા હતા. તેમાં કારનું પરિણામ અંદાજે 60 ટકા અને ટુ-વ્હીલરનું 80 ટકા રહેતું હતું. નવા AI આધારિત ટ્રેકમાં દરેક નિયમનું કડક પાલન થતાં શરૂઆતમાં પાસિંગ ટકાવારીમાં ઘટાડો જોવા મળી શકે છે. તેઓએ નવા ટ્રેક વિશે ઉમેર્યુ હતું કે, 新建のટ્રેકની વિશેષતા એ છે કે વરસાદ, વાવાઝોડું કે વીજ પુરવઠો ખોરવાય ત્યારે પણ પાવર બેકઅપ અને અન્ડરગ્રાઉન્ડ સેન્સર-વાયરિંગના કારણે કામગીરી અટકશે નહીં. હવે નવા ટ્રેકમાં AI કેમેરા દરેક મૂવમેન્ટનું ચોકસાઈથી નિરીક્ષણ કરશે અને અરજદાર ક્યાં કારણસર નાપાસ થયો તેની સ્પષ્ટ માહિતી પણ ઉપલબ્ધ કરાવશે.
