રાજકોટ શહેરમાં સાયબર છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે એક મહત્વના ઓપરેશનમાં ફ્રોડના નાણાંની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી છેતરપિંડીના સાડા સાત લાખ જેટલા રૂપિયા જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપાયા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અલગ-અલગ રીતે આ ગુનામાં સંડોવાયેલા હતા. વિનોદ ભોજવાણી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં વિનોદના બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા.યશ જાદવ આ ફ્રોડના નાણાંને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું એટલે કે 'કેશ કલેક્શન'નું કામ કરતો હતો.મોહમ્મદ સિપાઇ આ નાણાંની તમામ લેવડ-દેવડ અને વ્યવહારો પર દેખરેખ રાખી ઓપરેટ કરતો હતો.










