રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નકલી તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત કોટડાસાંગણી તાલુકાના રાજપરા ગામે વર્ષોથી ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.

બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઝડપાયેલ આરોપી ભાવેશ રમેશભાઈ કોઠીયા અગાઉ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં સારવારની પદ્ધતિઓ જોઈને તેણે જાતે જ ડૉક્ટર બનવાનું નક્કી કરી લીધું હતું. તે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર છેલ્લા ચાર વર્ષથી રાજપરામાં 'મહાદેવ ક્લિનિક' ચલાવતો હતો અને ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોની સારવાર કરતો હતો.

કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બનવાની સફર

SOGની ટીમે બાતમીના આધારે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં એલોપેથી દવાઓનો જથ્થો. સારવાર માટે વપરાતા મેડિકલ સાધનો (Stethoscope, BP માપવાનું યંત્ર વગેરે) એલોપેથીની પ્રેક્ટિસ માટેના પ્રિસ્ક્રિપ્શન પેડ. પોલીસને વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આરોપી ભાવેશ કોઠીયાની ધરપકડ કરી, તેની પાસેથી દવા અને મેડિકલનો તમામ મુદ્દામાલ કબજે લીધો છે.

આ પણ વાંચો: Surat: પાલ પોલીસની ટીમે પ્રતિબંધિત પોષડોડાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી