ઉપલેટા નજીક આવેલા સુપ્રસિદ્ધ ટીંબા આશ્રમના મહંતને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મેરામણ નંદાણીયાની ભાણવડ ખાતેથી અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી મેરામણ નંદાણીયાએ ટીંબા આશ્રમના મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વીડિયો વાયરલ કરી ધમકી આપી

આ ધમકી આપતી વખતે તેણે એક વીડિયો પણ વાયરલ કર્યો હતો અને મહંત પાસેથી પૈસાની માંગણી પણ કરી હતી. ધમકી મળતા જ મહંત દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને ભાણવડથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી મેરામણ નંદાણીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.