રાજકોટના જામનગર રોડ ઉપર 1195 કરોડના ખર્ચે સાકાર થતી ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ)નું વર્ષ 2023માં વડાપ્રધાનના હસ્તે 200 બેડની હોસ્પિટલ સાથે અમુક સેવા કાર્યરત કરવામાં આવી હતી.
તેના અઢી વર્ષ બાદ પણ હજૂ સુપર સ્પેશ્યાલીટી સહિતની અનેક સેવાઓ શરૂ થવામાં છે ત્યારે એમ્સના નામે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો ધસારો વધ્યા બાદ ઓપરેશન થિયેટરના અભાવે 15-20 દિવસનુ વેઈટીંગ રહેતા દર્દીઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો થયો છે. આ સાથે દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે એમ્સના સત્તાવાળાઓ દ્વારા એક સાથે નવા 6 ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા છે.
એમ્સના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ એમ્સમાં 6 નવા અત્યાધૂનિક મોડયુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ધાટના ડાયરેક્ટર પ્રો.ડો. એલ.એન. દોરેરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ડે.ડાયરેક્ટર લે.કર્નલ અંકુર પ્રતાપ સિંહ, મેડીકલ સુપ્રિટેન્ડેટ ડો.પિન્કી શાહુ સહિતના અધિકારીગણની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
અઢી વર્ષ પહેલા એમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો ધસારો વધ્યો હતો એક તકક્કે એમ્સની ઓપીડી વધીને 1300-1400 આસપાસ પહોચી ગઈ હતી. જેમાં તબીબો દ્વારા દર્દીઓની સારવાર અને ઓપરેશનની સલાહ આપવામાં આવતા અપૂરતા ઓપરેશન થિયેટરના કારણે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો