મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીએ દૂધની ખાલી થેલીઓ સાથે રાખી અને બેનર ફરકાવી વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનોએ રજુઆત કરી હતી કે, એક તરફ્ મોંઘવારીનો માર છે તો બીજી તરફ્ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. આથી સરકાર દ્વારા ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવે અને મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો