રાજકોટ શહેરમાં નવરાત્રિને લીધે ચોતરફ તહેવારની ચમક જોવા મળી રહી છે. પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરનું નવરાત્રિમાં ખાસ મહત્ત્વ છે, તેથી નવરાત્રિની આગલી સંધ્યાએ જ આ મંદિર નયનરમ્ય રોશનીથી ઝમગમી ઊઠયું હતું. તેની સ્થાપના વર્ષ 1935માં તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. અહીં છેલ્લા 75 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 9થી 12 વર્ષની નાની બાળાઓ માટે નિઃશુલ્ક રાસ-ગરબાનું સુંદર આયોજન પણ થાય છે. ઉત્સવ દરમિયાન દરરોજ બાળાઓને પ્રસાદ અને વિશિષ્ટ લહાણી પણ આપવામાં આવે છે. મંદિરમાં મંગળવારનું વિશેષ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં રાજવી પરિવાર દ્વારા દશેરાના દિવસે શસ્ત્રપૂજન પણ કરવામાં આવે છે. ફોટો : જયેશ ટંકારીયા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો