રાજકોટ CGSTની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા શહેરના સંત કબીર રોડ પર આવેલ ત્રણ ઈમિટેશનના ધંધાર્થીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.50 થી 60 લાખની ચોરી ઝડપી લેવામાં સફળતા મળી છે. હજુ પણ ચોરીનો આંક વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
ઈમીટેશન જવેલરી પર માત્ર 3 ટકા GST લાદવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા આ ડયુટી ભરવામાં પણ અખાડા કરવામાં આવતા CGSTની પ્રિવેન્ટીવ વિંગ દ્વારા પહેલાં તપાસ હાથ ધરી ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. બાદમાં ડેટા એનાલિસિસ કરવામાં આવતા ચોરી કરાતી હોવાનું માલુમ પડયું હતું. બાદમાં એકસાથે ત્રણ પેઢીઓ પર દરોડા પાડયા હતા. પ્રાથમિક તબક્કે રૂ.50 થી 60 લાખની ચોરી ઝડપી લેવામાં આવી હતી.










