રાજકોટ : શહેરના પ્રાચીન તેમજ પૌરાણિક ગ્રામ દેવતા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ જે આજીનદી વચ્ચે બિરાજે છે, રાજકોટના સ્વર્ગસ્થ પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજે શહેરની ધર્મપ્રેમી જનતાના કલ્યાણર્થે રામનાથદાદાની વર્ણાગી શરૂ કરેલ હતી. જે વર્ણાગી દર શ્રાવણ માસમાં નીકળે છે. ત્યારે આ વર્ષે સ્વયંભૂ રામનાથ દાદાની 103મી વર્ણાગી હર હર મહાદેવના નાદ સાથે રામનાથ મંદિરેથી પ્રારંભ થઈ શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી વર્ણાગી પરત રામનાથ મંદિરે પૂર્ણ થઈ હતી.બાદ રાત્રીના ભવ્ય આતજીબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આતશબાજી માણી હતી.
