રાજકોટ સિવીલ હોસ્પિટલના ન્યુરો સર્જન તબીબ પર હુમલાના મામલે જુનિયર ડોક્ટરોએ હડતાળ કરી આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.


તો બીજી તરફ OPD સારવારમાં માત્ર સિનીયર ડોક્ટરો દ્વારા કામ થતુ હોવાથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. રેસિડેન્ટ તબીબો દ્વારા માત્ર ઇમરજન્સી સેવા સાથે જોડાવવાના નિર્ણયથી હાલ તંત્ર ખોરવાયુ છે.

29 ડિસેમ્બરની રાત્રે 2 વાગ્યે ન્યુરોસર્જરી રેસિડેન્ટ ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ, સરકાર કે કોલેજ તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરાઇ નથી. આરોપી અંડરગ્રાઉન્ડ છે અને પોલીસ પકડથી બહાર છે. અમે દિવસ-રાત જોયા વગર 36-36 કલાક સતત ફ્રજ બજાવીએ છીએ, આટલી કામગીરી કરવા છતા અમારી સુરક્ષા રામભરોસે છે. હુમલો કરનાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે જેથી અન્ય લોકો માટે દાખલો બેસે. અમે સરકારને આ મુદ્દે નિરાકરણ લાવવા 2 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કોઈ ઉકેલ ન આવતા તેઓ હડતાળ પર ઉતર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: