રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. ગઈકાલે કુલ 1119 મિલકતોનું ડિમોલિશન કરાયું હતું, અને આજે બાકી રહેલા 300 જેટલા દબાણોને દૂર કરવામાં આવશે.


દબાણ હટાવાની પ્રક્રિયા

અધિકારીઓએ જણાવ્યું કે, આજે બપોર સુધીમાં તમામ બાકી રહેલા દબાણો દૂર કરી લેવામાં આવશે. સાથે જ, ડિમોલિશન સ્થળેથી કાટમાળને પણ યોગ્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે.

ડામર રોડનું નિર્માણ

 અધિકારીઓએ જણાવ્યું છે કે, ડિમોલિશન પછીનું કામ પૂરું થતાં જ, સાત દિવસમાં ડામર રોડનું નિર્માણ પણ શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના સંવર્ધન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.

પ્રક્રિયા પર નજર

કલેક્ટર તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે, અને સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે

  • Follow us on: