શહેરોમાં હવે પછી સીસી (સિમેન્ટ કોન્ક્રીટ) રોડ જ બનાવવામાં આવશે એવી તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એને પગલે રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોએ પણ કે હવે પછી શહેરમાં સીસી રોડ બનાવવાનું જાહેર કર્યું હતું. જોકે, હજી પણ ડામર રોડ બનાવવાના બંધ થયા નથી. ચોમાસું પૂરું થતાં હવે શહેરમાં રસ્તાના કામ ધમધમતા થયા છે. વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જોકે, સીસી રોડને બદલે પરંપરાગત રીતે ડામરથી જ રોડ બનાવવામાં આવી રહ્યા છે. કટારિયા ચોકડી પાસે રંગોલી પાર્ક નજીક અને સદર-ભીલવાસમાં ડામર કામથી રોડ બનાવવાના શરૂ કરવામાં આવ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડામરથી રોડ બનાવવાના કામો થઈ રહ્યા છે. મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, સેન્ટ્રલ ઝોનમાં ભીલવાસથી રોડની કામાગીરી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ સરદારનગર, ખોડિયાનગર અને માધાપર તરફના વોર્ડ નં.3ના વિસ્તારોમાં પણ રોડના કામ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો