રાજકોટ આરટીઓ કચેરી ખાતે દોઢ મહિનાથી વધુ સમયથી 22 હજારથી વધુ વાહનચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રતીક્ષામાં છે. આ વેઇટિંગ ઘટાડવા સ્થાનિક આરટીઓ વિભાગ દ્વારા ચાલુ સપ્તાહના શનિ-રવિની રજાઓમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દિવસ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર, આ બે દિવસ દરમિયાન અંદાજે 1,500 વાહનચાલકોની ડ્રાઇવિંગ પરીક્ષા લેવાનું આયોજન છે. આ વ્યવસ્થાથી વેઇટિંગમાં થોડો ઘટાડો થવાની આશા છે. રાજકોટ જિલ્લામાં અગાઉ આશરે11 ટકા રહેલો સફ્ળતાનો દર વધીને 22થી 25 ટકા થયો છે. બીજી તરફ્, કારના ડ્રાઇવિંગ ટેસ્ટમાં સૌથી વધુ ઉમેદવારો નિષ્ફ્ળ જાય છે. હાલ કારના ટેસ્ટમાં નિષ્ફ્ળ જનારાઓનું પ્રમાણ આશરે 80 ટકા છે, જ્યારે ટુ-વ્હીલરના ટેસ્ટમાં પરિણામ સારું જોવા મળી રહ્યું છે
