રાજકોટ ઝોનની ફી નિયમન કચેરી (FRC) દ્વારા નવી દરખાસ્ત અને એડઇડેવિટ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ FRC ઝોનમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની કુલ 5500 જેટલી નાની-મોટી ખાનગી શાળાઓ કાર્યરત છે. ત્યારે તેમાંથી 300 જેટલી શાળાઓના સંચાલકો આ વર્ષે ફી વધારો માંગે તેવી પૂરી શક્યતા છે.


તો એક તરફ અમદાવાદ ઝોનમા FRC કમિટીમાં માત્ર 105 શાળાઓએ ફીમાં વધારો માગ્યો છે. ખાનગી શાળાઓની ફી નિર્ધારિત કરવા માટે રાજકોટ FRC ઝોન દ્વારા ફાઇલો જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. જેની અવધી પૂરી થયાના 10 દિવસ બાદ મોટા ભાગની શાળાઓએ આ વર્ષે કોઇ ફી વધારો નથી તેવી બાંહેધરી જમા કરાવી છે.

તો બીજી તરફ 300 જેટલી એવી શાળાઓ છે જેઓએ ફીમાં વધારો માગ્યો છે. આ તમામ શાળાઓની તમામ માહિતી એકત્રિત કર્યા બાદ તેમના સંચાલકોને રૂબરૂ બોલાવી હિયરીંગ કરવામાં આવશે. આ ઉલ્લેખનિય છે કે ગત વર્ષે અનેક શાળાઓની ફીમાં વધારો ન થતા તેઓ રિવિઝનમાં ગયા હતા અને તેવી જ પશ્રિાસ્થિતી આ વર્ષે પણ સર્જાઇ તેની પૂરી ખાતરી લાગી રહીં છે. બીજી તરફ સરકાર દ્વારા એવી વિચારણા કરવામાં આવી રહીં છે. કે વિજ્ઞાન પ્રવાહમાં ધો.11માં જ સહિતની એન્ટ્રન્સ એકઝામ લઈ લેવામાં આવે. જેના કારણે વાલીઓએ બે વર્ષના ક્લાસિસ અને સ્કૂલનો ખર્ચ ઘટીને એક વર્ષનો થઇ જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: