શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે ઘનશ્યામ મહારાજ સમક્ષ આકર્ષક શાકભાજીની હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવકૃષ્ણદાસજી સ્વીની અને દેવપ્રસાદ સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હાટડીમાં વિવિધ પ્રકારના લીલાં શાકભાજી,ફળો સહિતની અન્ય ખાદ્યસામગ્રીની સંદર ગોઠવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસાર કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન સમક્ષ હાટડી ધરાવવાની પરંપરા છે. આ પ્રસંગે ભક્તોએ ભાવપૂર્વક દર્શનનો લાભ લઈન ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો