સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીના 1 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે. 20 કિલોનો રૂ.100 થી 500 ભાવ બોલાયા હતા. મબલખ આવકના કારણે માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરાઈ છે. ભારે આવકના પગલે યાર્ડની બહાર ડુંગળીની જણસી ભરેલા આશરે 2 હજારથી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા.
ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડ દ્વારા નવી ખરીદ કરેલી ડુંગળી જમીન પર ઉતારવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી સિઝનના જીરાની આવક શરૂ થઈ ગઈ છે, જે ગુજરાતની રવિ સિઝનની શરૂઆત છે. પ્રથમ હરાજીમાં પ્રતિ 20 કિલોગ્રામ રૂ.46,551નો ભાવ મળ્યો હતો, જે ખેડૂતો માટે આશાસ્પદ સિઝનનો સંકેત આપે છે.










