રાજકોટની જનાના હોસ્પિટલ ફરી એકવાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ગેરવર્તણૂકને કારણે વિવાદમાં આવી છે. તાજેતરમાં હોસ્પિટલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રસૂતિ બાદ કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓ દર્દીઓના પરિવારજનો પાસેથી રૂ. 100 થી 200 જેવી રકમનું 'ઉઘરાણું' કરી રહ્યા છે. પરિવારજનોએ આ પ્રકારના બિનસત્તાવાર નાણાં માંગવાના કૃત્યનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
RMOએ તપાસના આદેશ આપ્યા
આ વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલ પ્રશાસન દોડતું થયું છે. આ મામલે હોસ્પિટલના RMO (રજિસ્ટ્રાર મેડિકલ ઓફિસર) દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. RMOએ સ્વીકાર્યું છે કે આ ઘટના ગંભીર છે અને આવા કૃત્યમાં સંડોવાયેલા કર્મચારીઓ જે જવાબદાર એજન્સી હેઠળ કામ કરે છે, તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. હોસ્પિટલ તંત્રએ આ પ્રકરણમાં યોગ્ય તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે.













