દિવાળી અને નવા વર્ષની રજાઓમાં એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડયું છે. દિવાળીના મિની વેકેશનને પગલે રાજ્ય સહિત દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ સિંહદર્શન અને પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે ગીર પહોંચ્યા છે. વન વિભાગના આંકડા મુજબ, માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં 15 હજારથી વધુ પ્રવાસીઓએ ગીરની સફારી માણી છે. તહેવારોની સિઝનમાં પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સાસણ ગીર જંગલ સફારી અને દેવાળિયા ઇન્ટરપ્રિટેશન ઝોનની પરમિટો ઝડપથી ઉપડી ગઈ છે. હાલની સ્થિતિએ આગામી 23 નવેમ્બર સુધી ગીર સફારીનું તમામ ઓનલાઈન બુકિંગ ફુલ થઈ ગયું છે. વન વિભાગ દ્વારા તમામ રૂટ પર સુરક્ષા અને ટ્રાફ્કિ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો