ત્યારે આજે સતત ચોથા દિવસે રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઈન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે, DGCA દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમની ઈન્ડિગો એરલાઈન પર મોટી અસર જોવા મળી રહી છે. રાજકોટ એરપોર્ટથી સતત ફ્લાઇટ ડીલે અને રદ થતા લગ્નગાળામાં હવાઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


ફલાઈટ કેન્સલને લઈ મુસાફરનો જાણકારી અપાઈ રહી છે

મંગળવારે અને બુધવારે રાજકોટથી ઉડાન ભરતી દિલ્હી અને મુંબઈની અનેક ફ્લાઇટ મોડી પડી હતી તો અમુક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ સિલસિલો યથાવત રહેતા ગુરુવારે પણ ઈન્ડિગોની ત્રણથી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. પરંતુ હવે હવે શુક્રવારે ઈન્ડિગો દ્વારા સંચાલન થતી આઠ ફ્લાઇટ એકસાથે રદ કરવામાં આવી છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી મુંબઈની ત્રણ, દિલ્હીની બે અને ગોવા, હૈદરાબાદ અને બેંગલોરની એક - એક ફ્લાઇટ રદ કરવાનો એરલાઈન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ આવતા અને જતા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઈન્ડિગો એરલાઇન દ્વારા વહેલી સવારથી જ મુસાફરોને જાણકારી આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના કેશોદમાં 10.31 લાખના મોબાઇલ અને 3.97 લાખ રોકડની ચોરી, ચોરી કરનાર શખસ સીસીટીવી કેમેરામાં કેદ


 

  • Follow us on: