યુવતીના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા હતા, તો ભોગ બનનાર યુવતીના લગ્ન શિક્ષક, શિક્ષિકા રોકાવ્યા હતા અને શિક્ષક મુકેશ સોલંકીએ યુવતીને માર પણ માર્યો હતો, 35 વર્ષીય યુવતી સાથે મુકેશ સોલંકી નામના શિક્ષકે આચર્યું હતું અનેક વખત દુષ્કર્મ.


[[$googlead]]

મુકેશ દ્વારા ચાર્જિંગ વાયર દ્વારા યુવતીને મારવામાં આવ્યો હતો માર

આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને કટકે-કટકે કુલ રૂ. 4.25 લાખ જેટલી રકમ બળજબરીથી કઢાવી લીધી હતી. આટલું જ નહીં, આરોપી મુકેશે યુવતીને કારના ચાર્જિંગ વાયર અને કળા વડે માર પણ માર્યો હતો. આરોપીઓએ યુવતીને માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ પહોંચાડવાની તમામ હદ વટાવી દીધી હતી. યુવતીના લગ્ન સમયે પણ આ બંને આરોપીઓ મંડપમાં ધસી આવ્યા હતા અને યુવતીના પરિચિતોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતા. આખરે કંટાળીને યુવતીએ મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમો 64(2) (દુષ્કર્મ), 308(2) (બળજબરીથી પૈસા પડાવવા) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે

જેમાં પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાએ એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતી સૌપ્રથમ પ્રીતિ ઘેટીયાના સંપર્કમાં આવી હતી, જેણે બાદમાં યુવતીને મુકેશ સોલંકી સાથે પરિચય કરાવ્યો હતો. ગુનાહિત કાવતરું રચીને આરોપી મુકેશ સોલંકીએ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

[[$alsoread]]

આ પણ વાંચો : Patan News : ઉતરાયણ પહેલા પાટણના રાધનપુરમાં ચાઇનીઝ દોરીથી એક શિક્ષકનું ગળુ કપાયું, દોરી વાગતા આવ્યા 14 ટાંકા


  • Follow us on: