રાજકોટમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ધમકાવી રુપિયા પડાવ્યા હતા અને ગઠિયાઓએ વૃદ્ધને 20 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને અલગ-અલગ રાજ્યના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, આ કેસમાં અન્ય આરોપીના નામ પણ ખુલી શકે છે.
રાજકોટના વૃદ્ધને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી 1.14 કરોડ પડાવ્યા હતા
એરપોર્ટ પાસે રહેતા કુરબાનભાઈ વલીજી બદામી નામના વૃદ્ધને ડિઝિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી કટકે કટકે 1.14 કરોડ જેવી રકમ પડાવી લીધી હતી જેમાં જેતપુરના શખ્સે 10,000 કમિશનથી ખાતું ભાડે આપ્યું હતું અને ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે.
