આ ડિમોલિશનમાં 2500થી વધુનો પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર છે અને વિજિલન્સ અને મનપાના કર્મચારીઓ પણ હાજર છે, ડ઼્રોનથી સમગ્ર ડિમોલિશન પર નજર રખાઈ રહી છે અને પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે, 21 JCB,2 હિટાચી મશીનથી ડિમોલિશન કરાઈ રહ્યું છે અને 38 ગેસ કટર અને 26થી વધુ ટ્રેકટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન
ડિમોલિશનને પગલે મહિલાઓ રડી પડી અને મિડીયા સમક્ષ કહ્યું કે, અમારો આશરો છીનવાયો છે, ઘર ચલાવવા મજૂરી કરીએ છીએ અને ઘરે કામ કરી ગુજરાન ચલાવીએ છીએ, અમારો આશરો છીનવાયો, ક્યાં જઇશું તેમ કહી મહિલાઓ રડી પડી હતી.
રાજકોટ પોલીસ કમિશનર બ્રિઝેશ ઝા સ્થળ પર પહોંચ્યા
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનને લઈ પોલીસ કમિશનર બ્રિઝેશ ઝા સ્થળ પર પહોંચ્યા હતા અને SRP જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા પો. કમિશનરે કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતુ.
700થી વધુ મનપા કર્મચારીઓ મેદાનમાં છે
એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં."
જંગલેશ્વરમાં સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં છે
પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલિશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા.









